ટીપુ સુલતાન -મૈસુરનો વાધ

ટીપુ સુલતાન -મૈસુરનો વાધ

આજે 20 નવેમ્બરે મૈસુરનો વાઘ ગણાતા ટીપુ સુલ્તાનનો જન્મદિવસ છે .
તો તેમના વિશે થોડી વિગતવાર માહિતી મેળવીએ.

આખું નામ - બાદશાહ નસીબુદદોલા સુલતાન ફતેહઅલી બહાદૂર સાહબ ટીપુ
જન્મ - 20 નવેમ્બર 1750,દેવનાહલ્લી, હાલનું બેંગલોર, કર્ણાટક
અવસાન - 4 મે 1799 (48ની વયે) શ્રીરંગપટના, હાલનું મંડ્યા, કર્ણાટક
પિતા - હૈદર અલી
માતા - ફાતિમા ફખરુન્નીસા
અંત્યેષ્ટિ - શ્રીરંગપટના, હાલનું મંડ્યા, કર્ણાટક
ટીપુ સુલતાન -મૈસુરનો વાધ


👉ટીપુ સુલતાન ટીપુ સાહેબ તરીકે પણ ઓળખાય છે,મૈસુર રાજ્યના શાસક હતા. 
👉તેઓ મૈસુરના સુલતાન હૈદર અલી ના સૌથી મોટા પુત્ર હતા. 
👉ટીપુ સુલતાને પોતાના શાસનકાળમાં રાજ્ભાર માટે ઘણી નવી પદ્ધતિઓ દાખલ કરી હતી, જેમાં એમના નામના સિક્કાઓ, નવા મૌલુદી પંચાંગ તથા નવી મહેસુલી પદ્ધતિ કે જેનાથી મૈસુર રેશમ ઉદ્યોગના વિકાસના મંડાણ થયા-નો સમાવેશ થાય છે. 
👉એમણે લોખંડી મૈસુરી રોકેટ નું વિસ્તરણ કરાવ્યું હતું અને સૈન્ય માહિતી પુસ્તિકા ફત્હુલ મુજાહિદીન સંગ્રહિત કરાવી હતી.
👉તેઓ રોકેટ પ્રક્ષેપણના શોધક અને પ્રખર ઉપયોગકર્તા મનાય છે. એમણે આંગ્લ-મૈસુર યુદ્ધ , પોલીલુર નું યુદ્ધ તથા શ્રીરંગપટમના યુદ્ધ દરમિયાન અંગ્રેજી સૈન્ય અને એના સાથી પક્ષો સામે રોકેટનો મારો ચલાવ્યો હતો. 
👉એમણે મહત્વાકાંક્ષારૂપ આર્થિક વિકાસ કાર્યક્રમ લાગુ કર્યો હતો જેનાથી મૈસુર મહત્વની આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું ,જ્યાં ૧૮મી સદીના અંતમાં વિશ્વમાં સૌથી વધુ પગાર અને જીવન ધોરણ જોવા મળ્યું હતું. 
👉રજવાડી માહોલમાં ટીપુ ફારસી, ઉર્દુ, કન્નડ અને અરબી જેવી ભાષાઓ ભણ્યા હતા. અશ્વવિદ્યા અને નિશાનેબાજીમાં મહારથ હાંસલ કરી હતી. પહેલા મૈસુર વિગ્રહથી તે પિતા સાથે અંગ્રેજો સામે વીરતાપૂર્વક ઝઝૂમ્યા હતા અને જીત્યા પણ હતા. 
👉ટીપુએ રસ્તાઓ, જાહેર મકાનોનું બાંધકામ, બંદરોનું નિર્માણ, નવા સિક્કા, અને તોલમાપનું પ્રચલન, નવા પંચાંગનો અમલ, મજબૂત સૈન્ય વ્યવસ્થા ઊભી કરી હતી. 
👉૭ કિલો અને ૪૦૦ ગ્રામની તલવાર ધરાવતા ટીપુ કહેતા કે સિંહની એક દિવસની જિંદગી ગીધડની હજાર વર્ષની જિંદગી કરતા બહેતર છે. 
👉અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે રોકેટનો આવિષ્કાર પણ કર્યો હતો. અંગ્રેજો સામે સંઘર્ષ કરતા ૧૭૯૯ માં ટીપુ સુલતાન હાર્યા અને ૪ મે ૧૭૯૯ ના રોજ ક્રુરતાપૂર્વક માર્યા ગયા હતા.
Post a Comment (0)
Previous Post Next Post