થોમસ આલ્વા એડિસન

થોમસ આલ્વા એડિસન 


થોમસ આલ્વા એડિશનનો  જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકાના ઓહિયોના મિલાનમાં થયો હતો . થોમસનો પૈતૃક પરિવાર ડચ અને પરંપરાથી તેમનું ઉપનામ એડિશન હતું . 

તેઓ સ્કુલમાં હતા ત્યારે તેમની વિચારશક્તિને તેમના શિક્ષકે સડેલીકહી. કેમકે તેઓ કલાસમાં હંમેશા બેધ્યાન રહેતા. આથી તેમના શિક્ષકે એક ચિઠ્ઠી આપી અને તે ચિઠ્ઠી તેની માતાને આપવા કહ્યું.થોમસ અલ્વા એડિસન સ્કૂલથી ઘરે આવ્યા અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપીને કહ્યું કે આ ચિઠ્ઠી સ્કૂલમાંથી ટીચરે આપી અને એમ કહ્યું કે આ ચિઠ્ઠી તારા માતાને આપજે.
થોમસ આલ્વા એડિસન



ચિઠ્ઠી ખોલીને એડિસનની માતાની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા એડિસને કહ્યું મમ્મી તું કેમ રડે છે શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં તેની માતાએ કહ્યું બીટા આમ લખ્યું છે કે,

 તમારો પુત્ર ખુબજ સમજદાર છે અમારાખ્યાલથી અમારી આ સ્કૂલ તમારા જીનિયસ બાળકના હિસાબથી ખુબજ નાની છે અને અમારેત્યાં એટલા કાબિલ શિક્ષકો નથી જે એડિસનના લેવલનું જ્ઞાન આપી શકે.

થોડાક વર્ષો પછી એડિસની માતાનું મૃત્યુ થયું ત્યાં સુધી થોમસ અલ્વા એડિસન એક મહાન વિજ્ઞાનિક બનીગયા હતા

એક દિવસ એડિસન પોતાની માતાના રૂમમાં જાય છે ત્યાં તેમની નજર એક બોક્સ પર જાય છે. બોક્સ ખોલીને જોયું તો તેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી ત્યાં તેમની નજર એ ચિઠ્ઠી પાર જાય છે જે નાનપણમાં ટીચરે તેમની માતાને આપવા કહ્યું હતું

એડિસને તે ચિઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું તો તેની આંખો ચોકી ગઈ શું લખ્યું હતું તે ચિઠ્ઠીમાં આવો હું તમને જાણવું,

તમારો પુત્ર માનસિક રીતે ખુબજ કમજોર છે અમારા શિક્ષકો તેને વધારે નહિ ભણાવી શકે અમે તેની સ્કૂલમાંથી નીકાળી રહ્યા છીએ મહેરબાની કરીને તમે તેને ઘર પરજ ભણાવજો આ ચિઠ્ઠી વાંચ્યા પછી એડિસન ખુબજ રડ્યા.

તે પછી તેમને એક બુક લખી તેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે થોમસ આલ્વા એડિસન એક માનસિક કમજોર બાળક હતું જેને તેની માતાએ એક મહાન વિજ્ઞાનિક બનાવ્યો છે.

તેઓ ઘરે ભણતા હોવાથી ભણવામાં કોઈના પર આધાર રાખતા નહોતા રાખતા . જેના પરિણામરૂપે તેઓ એ સમયની ગણિત અને વિજ્ઞાનની થિયરી અંગે પોતાને ને જ સવાલ પૂછતાં, અને ઇલેક્ટ્રિક અંગે જે કઈ મૂંઝવણ હોય તેને તો તે જાતે જ પ્રેક્ટિકલ કરી જ સાચી માનતા. તેમની યાદશક્તિ અને ધીરજ ગજબની હતી, જે કોઈ પણ નવા પ્રયોગ કરવા માટે યોગ્ય હતી. જેના કારણે તેમને પોતાની કેટલીયે થિયરી લખી. પોતાના મગજને નવા પ્રયોગોથી જ્ઞાન મેળવવાં કોસતા, પોતાની જ થિયરી પર શંકા કરી તેના પર વધુને વધુ પ્રયોગો કરતાં. ખરેખર આને જુનૂન કહેવાય !  તેમને એક વાર એવું પણ કહેલું કે, ” વિધુતને લાગતી કોઈ પણ થિયરીને હું ટેસ્ટ કર્યા વગર માનું જ નહીં.

તેમણે એક વાર અબ્રાહમ લિંકનના જીવન આધારિત સાહિત્ય પર એક કેમ્પેઇનનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ અબ્રાહમ લિંકનને પોતાના હીરો ગણાવતા. લોકોને લિંકનના ફોટોગ્રાફ પણ આપતા. તેમના આ કેમપેઇનથી તેમને સારી એવી આવક થઈ,જેનાથી તેઓ એ ઘરે એક કેમિકલ લેબોરેટરી બનાવી. તેમની માતા સહિષ્ણુ અને ધીરજ વાળા હોવાથી થોમસના આ પ્રયાસને આવકાર્યો. એકવાર એવું બન્યું કે તેઓ લેબમાંથી આવટી કેમિકલની ગંધને સહનના કરી શક્યા અને થોમસને આ બધું હટાવી દેવા કહ્યું. જે અનુસરતા તેઓએ આ બધું બંધ કરી દીધું. 

તેઓ મોર્સ કોડ અને ટેલિગ્રાફી શીખ્યા. 15 વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઓપેરટર તરીકે કામ કરવા લાગ્યા. 19 વર્ષની વયે તેઓ વેસ્ટર્ન યુનિયનમાં ટેલિગ્રાફર તરીકે જોડાયા. તેમને ફરજીયાત રાતની શિફ્ટમાં કામ કરવું પડતું. પણ આનાથી તેમને તેમના પ્રયોગો અને નવી થિયરીઓ શીખવામાં સારો એવો સમય મળી જતો. આપણી ભાષામાં કહીયે તો નોકરી પતાવીને તેઓ નવા નવા અખતરાં કરતા.


એડિશને તાર કર્મચારી તરીકે પણ કામ કર્યું હતું . નોકરી સિવાયનો સમય તેઓ પ્રયોગશાળામાં પસાર કરતા હતા . અદ્ભુત કલ્પનાશક્તિ અને સખત પરિશ્રમના બળે અનેક શોધખોળો કરી , અનેક ભાવિ શોધ માટે પીઠિકા રચી હતી . તેમની મુખ્ય શોધોમાં વિદ્યુત બલ્બ અને ફોનોગ્રાફનો સમાવેશ થાય - છે . તે સિવાય 1093 પેટન્ટ તેમના નામે રજિસ્ટર્ડ થઈ હતી . 18 ઓક્ટોબર 1931એ દુનિયાથી વિદાય લેનારા એડિશનનું આ વાક્ય દરેકે ગાંઠે  બાંધવા જેવું છે સૌથી મોટી કમજોરી હાર માની લેવામાં છે , સફળ થવાનો ઉપાય વધુ એકવાર પ્રયત્ન કરવામાં છે .

એડિશને માનવજગતને આપેલી મૂલ્યવાન  ભેટ 


1.   લાઈટ બલ્બ
2.   ફોનોગ્રાફ
3.   મોશન પિક્ચર
4.   આયર્ન ઓર સેપ્રેટર(લોખંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવા )
5.   ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર

એડિસનના જીવનમાંથી શીખવા જેવી વાતો


  • તમારી કમજોરી જ્યાં સુધી તેના વિશેની વિચારસારણી નહીં બદલો ત્યાં સુધી કમજોરી જ રહેશે.
  • પોતાની જાતે શીખો, જાતે પોતાને આકાર આપો ,સ્વનિર્ભર બનો. કઈંક બનો.
  • નિષ્ફળતા જેવું કઈં હોતું જ નથી. તમે 10000 વખત નિષ્ફળ થયા  ….મતલબ તમે 10000 એવી રીતો શોધી કે જેનાથી તે નિષ્ફળ થઈ.
  • તમને જેમાં સૌથી વધુ આનંદ મળતો હોય તે જ વસ્તુ કરવી.
 મિત્રો પોસ્ટ ગમે તો લાઇક અને શેર જરૂર કરજો. ધન્યવાદ

Post a Comment (0)
Previous Post Next Post