વિશ્વ કેન્સર દિવસ -World Cancer Day -4 February વિશે જાણો.


વિશ્વ કેન્સર દિવસ -World Cancer Day -4 February વિશે જાણો.


નમસ્કાર મિત્રો, આજે આપણે કેન્સર વિશે જાણકારી મેળવીશું


4 ફેબ્રુઆરીના દિવસે  કેન્સર પ્રત્યે જાગૃત્તા વધારવા અને લોકોને કેન્સર  પ્રત્યે શિક્ષિત કરવા માટે વિશ્વવ્યાપી આ રોગ સામે પગલાં લેવા સરકાર અને લોકોને સમજાવવા અને દર વર્ષે લખો લોકો ને મૃત્યુથી બચાવવા માટે કેન્સર  દિવસ મનાવવામાં આવે છે. 

1933 આંતરરાષ્ટ્રીય કેન્સર કન્ટ્રોલ એસોસિએશન જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ માં પ્રથમ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો.

કેન્સર” (Cancer) શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેન્સર એ કોઈ નવો રોગ નથી. ભારતના પ્રાચીન ઈતિહાસમાં અથર્વવેદમાં પણ કેન્સરનો ઉલ્લેખ છે  અને આયુર્વેદમાં એને અર્બુદના નામથી સંબોધાયો છે. ભારતના મહાન પ્રાચીન સર્જન સુશ્રુતે સંસ્કૃતમાં લખેલી સુશ્રુત સંહિતામાં અર્બુદ (Cancer), તેના વિવિધ પ્રકારો અને તેની શલ્યક્રિયા (Surgery) વિશેની વિસ્તૃત માહિતી આપેલી છે. અમેરિકન કેન્સર સોસાયટીના મતે કેન્સરનો સૌથી જૂનો રેકોર્ડ  ઈજિપ્તના ઈતિહાસમાંથી મળે છે જેમાં સ્તન કેન્સર અને તેની સર્જરીનો ઉલ્લેખ છે.
વિશ્વ કેન્સર દિવસ -World Cancer Day

કેન્સર શું છે?


આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિતરૂપે કાર્ય કરવા કટિબધ્ધ હોય છે અને નિયમિતરૂપે તેમનું વિભાજન થતું હોય છે. ઉદાહરણરૂપે, કોઈ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિતરૂપથી વિભાજીત થઈ એ ઘા ને રૂઝાવી દે છે. આ વિભાજનની પ્રક્રિયામાં જો કોઈ કોષમાં ખામી ઉત્પન્ન થાય તો તે કોષ નાશ પામે અને તેની જગ્યાએ નવા ખામીરહિત કોષ ઉદભવે. પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ના પામે અને પછી તે અનિયમિતરૂપે સતત વિભાજીત થતા જાય ત્યારે કેન્સરમાં પરિણમે છે. ટૂંકમાં, શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્વિ એટલે કેન્સર”..

કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, હાડકા, બ્લડ, ચામડી એવા વિવિધ પ્રકારના કેન્સર જોવા મળે છે. કેન્સરની ઉત્પત્તિ શરૂઆતમાં કોઈપણ એક અંગમાં થાય છે અને પછી તેનો ફેલાવો શરીરના બીજા અંગોમાં થઈ શકે છે, જેને Spread અથવા તો મેડિકલની ભાષામાં Metastasis કહે છે. જેમ કે, જીભનું કેન્સર જીભ સુધી સીમિત હોય છે પછી એ ગળાની ગાંઠોમાં જઈ શકે છે એનાથી આગળ ફેફસા, લિવર, હાડકામાં તેનો ફેલાવો (Spread) થી શકે છે

કેન્સર કરનારા પરિબળો


તમ્બાકું, દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ (હિપેટાઈટીસ વાયરસ, હ્યુમન પેલીલોમા વાયરસ)આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.

કેન્સરના લક્ષણો


1. લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ.
2. લાંબો સમય અવાજ બેસી જવો.
3. ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.
4. ગળામાં સતત દુ:ખાવો ચાલુ રહેવો.
5. મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી.
6. શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોવી.
7. સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું.
8. લાંબા સમયથી ખાંસી હોવી. ગળફામાં લોહી આવવું.
9. માસિક સ્ત્રાવ વખતે વધુ પડતું લોહી નિકળવું.
10. યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું.
11. ઝાડા-પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર.
12. મળ-મૂત્ર વાટે લોહી નિકળવું.
13. સમજી ન શાકય તેવો તાવ અને વજન ઘટવું.
14. શરીરના તલ કે મસાના કદમાં અચાનક વધારો, કલરમાં બદલાવ અને ત્યાંથી લોહી નિકળવું.
15. શરીરમાં કોઈપણ તકલીફ જે સામાન્ય દવાથી ન મટતી હોય તો પણ તેની અચૂક તપાસ કરાવવી.

આપને વ્યસન નથી, આપ પૌષ્ટિક ખોરાક લઈ રહ્યા છો. નિયમિત કસરત કરો છો છતાં પણ કેન્સર થઈ શકે છે, એટલે જ તેના લક્ષણોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

વર્તમાન સ્થિતિમાં  વિશ્વમાં દર વર્ષે 76 લાખ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થાય છે.જેમથી 40લાખ લોકોના મૃત્યુ સમય પહેલા થી જાય છે.એટલા માટે આ બીમારી વિષે  જાગરુકતા વધારવાની સાથે કેન્સર સામે વ્યુવ્હારિક વ્યૂરચના વિકસાવિ પડસે.વર્ષ 2025 સુધીમાં કેન્સરના કારણે સમય પહેલા મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં  60લાખ નો વધારો થવાની સંભાવના છે.જો 2025 સુધીમાં કેન્સર ના કારણે સમય પહેલા મૃત્યુમાં 25 પ્રાતીસત ધટાડાના લક્ષ્ય નક્કી કરવામાં આવે તો દર વર્ષે 15 લાખ લોકોના જીવ  બચાવી શકાય છે.                                                              
Source- internet


Post a Comment (0)
Previous Post Next Post