ઈન્દિરા ગાંધી જન્મ જયંતી -19 નવેમ્બર
૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહેરુ, ઉત્તર પ્રદેશના અલ્હાબાદના શ્રીમંત વકીલ હતા. ગાંધી પૂર્વેના સમયમાં મોતીલાલ નહેરુ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના સૌથી આગળ પડતા આગેવાનોમાંના એક હતા. તેઓ બ્રિટિશ તંત્ર સામે ભારતના ભવિષ્યના સરકારી તંત્ર અંગે લોકોની પસંદ દર્શાવતો નહેરુ અહેવાલ પણ લખવાના હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ, ઉચ્ચશિક્ષણ પામેલા બૅરિસ્ટર હતા અને ભારતની સ્વતંત્રતા ચળવળના અત્યંત લોકપ્રિય નેતા હતા. ઈન્દિરાના જન્મ સમયે, નહેરુ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશી ચૂકયા હતા.
પુરુ નામ - ઈન્દીરા પ્રિયદર્શિની ગાંધી
જન્મ - ૧૯ નવેમ્બર,૧૯૧૭ ,અલ્હાબાદ (ઉતરપ્રદેશ)
મૃત્યુ- 31 ઓક્ટોબર, ૧૯૮૪ ,દિલ્હી
માતા - કમલા નહેરુ
પિતા - જવાહરલાલ નહેરુ
પતિ - ફિરોઝ ગાંધી
સંતાન - રાજીવ ગાંધી,સંજય ગાંધી
સન્માન - ભારત રત્ન (૧૯૭૧), જવાહરલાલ નહેરુ એવોર્ડ (૧૯૮૪), લેનિન પીસ પ્રાઈઝ (૧૯૮૪)