ભારતીય સંવિધાન દિવસ - 26 નવેમ્બર || Indian constitution day

ભારતીય સંવિધાન દિવસ - 26 નવેમ્બર || Indian constitution day

ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે.મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.
ભારતીય સંવિધાન દિવસ - 26 નવેમ્બર

ભારતીય સંવિધાન દિવસ - 26 નવેમ્બર

👉 આમુખના કેટલાક ફેક્ટસ્

👉 ૧૩ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ જવાહરલાલ નેહરૂ દ્વારા ભારતની બંધારણસભામાં પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હતી.
👉 આમુખ એટલે કે બંધારણની પ્રસ્તાવના જેને છેલ્લે એટલે કે ૨૨ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણસભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
👉 વિશ્વમાં આમુખને સૌપ્રથમ અમેરિકાના બંધારણમાં સમાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય દેશોએ પણ સમાવેશ કર્યો.
👉 આમુખમાં એકમાત્ર સુધારો ૧૯૭૬માં બંધારણના ૪૨માં સુધારામાં કરવામાં આવ્યો જેમાં "સમાજવાદી", "બિનસાંપ્રદાયિકતા" અને "અખંડિતતા" જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા.
👉 આમુખએ બંધારણને સમજવાની ચાવી છે તેમજ તેને અનુચ્છેદ ૩૬૮ અનુસાર સુધારી શકાય છે. તેમજ "બંધારણમૂળ સંરચનાનો સિદ્ધાંત" કહેવાય છે. જે કેશવાનંદભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય,૧૯૭૩ના કેસમાં ૧૩ જજોની બેચ દ્વારા સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપેલ.


1. ભારતના બંધારણ વિશે આટલું જાણો

👉 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.
👉 ભારતનું બંધારણ ૨૨ ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.
👉 બંધારણમાં ૧૨ પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં ૮ અને પાછળથી ૪ જોડાયેલ છે.)
👉 મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં ૪૪૬ અનુચ્છેદો છે.)
👉 બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-૧૯૪૬ માં થઇ હતી.
👉 બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.(જેમાં ૨૯૬ સભ્યો બ્રિટીશ હિંદના અને ૯૩ સભ્યો દેશી રાજ્યોના હતા.)
👉 બંધારણ સભામાં અનુસૂચિત જાતિના ૩૦ સભ્યો હતા.
👉 બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.
👉 બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
👉 બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)
👉 બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)
👉 ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(૧. એન. ગોપાલસ્વામિ આયંગર ૨. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર ૩. ટી.ટી. કૃષ્ણમાચારી ૪. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) ૫. સૈયદ મુહમ્મદ સાદુલ્લા ૬. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
👉 બંધારણ ધડવાની શરૂઆત ૯ ડિસેમ્બર,૧૯૪૬ માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)
👉 બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- ૨ વર્ષ,૧૧ માસ,૧૮ દિવસ.
👉 બંધારણ સભાની બેઠકો  ૧૬૬ દિવસ ચાલી.
👉 ભારતીય બંધારણનો સ્વીકાર - ૨૬,નવેમ્બર,૧૯૪૯ ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)
👉 ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-૨૪,જાન્યુઆરી, ૧૯૫૦.
👉 ભારતીય બંધારણનો અમલ- ૨૬,જાન્યુઆરી,૧૯૫૦.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)
👉 ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.

2. ભારતના બંધારણની વિશેષતાઓ

👉 ભારતનું બંધારણ લખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.
👉 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
👉 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
👉 પરિવર્તનશીલ બંધારણ છે.
👉 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
👉 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
👉 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. ૧૮ વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
👉 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
👉 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.
👉 દ્વિગૃહી ધારાસભા છે.
એકજ નાગરિકતાની જોગવાઇ છે.
👉 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
👉 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.

3. ભારતના બંધારણનું આમુખ

👉 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
👉 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
👉 આમુખ ઇ. ૧૯૭૩ થી બંધારણનો ભાગ બન્યું.
👉 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
👉 ઇ.સ. ૧૯૭૬ માં  ૪૨ મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
👉 ‘કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.


👉ભારતનુંબંધારણ વિશ્વમાં સૌથી મોટુ છે. તેમાં 448 આર્ટિકલ અને 12 શેડ્યુલ છે. અત્યાર સુધીમાં તેમાં 98 અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાનું બંધારણ સૌથી નાનુ છે.



👉સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી


કાયદા સંબંધિત સમિતિઓ

1. પ્રારૂપ સમિતિ : ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, કે.એમ.મુન્શી, એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તર, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનનો સમાવેશ થાય છે.
2. કેન્દ્ર શક્તિ સમિતિ : ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
3. રાજ્ય વાર્તા સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
4. મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ :
5. સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ :
6. સંઘ બંધારણ સમિતિ : ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
7. મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
8. ક્ષેત્રીય બંધારણ સમિતિ : ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
9. બંધારણ પ્રારૂપ નિરિક્ષણ સમિતિ : અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
10. ભાષાકીય પ્રાંત સમિતિ :
11. રાષ્ટ્રધ્વજ સમિત :
12. આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ :

પ્રક્રિયા સંબંધિત સમિતિઓ

1. સંચાલન સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
2. કાર્ય સંચાલન સમિતિ : ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુન્શી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
3. હિંદી અનુવાદ સમિતિ :
4. સભા સમિતિ :
5. નાણાં તેમજ અધિકરણા સમિતિ :
6. ઉર્દૂ અનુવાદ સમિતિ :
7. કાર્ય આદેશ સમિતિ :
8. પ્રેસ દીર્ઘા સમિતિ :
9. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ :
10. ક્રેડેન્શીયલ સમિતિ :
11. ઝંડા સમિતિ : અધ્યક્ષ જે.બી.કૃપલાણી.

ભારતીય બંધારણ પર વિવિધ દેશોના બંધારણની પ્રત્યક્ષ પરોક્ષ અસરો જોવા મળે છે. જોકે આ બંધારણનો સૌથી મોટો સ્રોત ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ છે. ભારતીય બંધારણના કુલ ૩૯૫ અનુચ્છેદ પૈકી ૨૫૦ અનુચ્છેદ આ જ અધિનિયમમાંથી લેવામાં આવેલ છે.

1. સંસદીય પ્રાણાલી, એકલ નાગરિકતા, મંત્રિમંડળનું લોકસભા પ્રત્યેનું સામુહિક ઉત્તરદાયિત્વ, રાષ્ટ્રપતિની સંવૈધાનિક સ્થિતિ,કાયદાનું શાસન, વિધિ નિર્માણ પ્રક્રિયા, સંસદીય વિશેષાધિકાર, લોકસેવકોની પદ અવધિ, સંસદ અને વિધાનસભાની પ્રક્રિયા - બ્રિટન
2. સંઘાત્મક વ્યવસ્થા, અવશિષ્ટ શક્તિ, કેન્દ્રિય રાજ્યવ્યવસ્થા -કેનેડા
3. સંઘાત્મક વ્યવસ્થા, પ્રાંતોમાં શક્તિ વિભાજન, ત્રણા સૂચિ, કટોકટીનું પ્રાવધાન -ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫
4. મૂળભૂત અધિકાર, સર્વોચ્ચ ન્યાયાલય, બંધારણની સર્વોપરિતા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિનું પદ, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર -અમેરિકા 
5. મૂળભૂત ફરજો -પૂર્વ સોવિયેત સંઘ (રશિયા)
6. નીતિ નિર્દેશક તત્ત્વ, રાષ્ટ્રપતિ નિર્વાચન પદ્ધતિ -આયરલૅન્ડ
7.અનુચ્છેદની જોગવાઈ -જાપાન
8. પ્રસ્તાવના, સમવર્તી સૂચિ, શક્તિ વિભાજન -ઑસ્ટ્રેલિયા
9. બંધારણ સંશોધન -દક્ષિણ આફ્રિકા
10. પ્રજાસત્તાક - ફ્રાંસ
11. કટોકટી ઉપબંધ -  જર્મની

મિત્રો, પોસ્ટ સારી લાગે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.ધન્યવાદ
إرسال تعليق (0)
أحدث أقدم