4 ડિસેમ્બર - ભારતીય નૌસેના દિવસ-જાણો ઇતિહાસ

4 ડિસેમ્બર - ભારતીય નૌસેના દિવસ-જાણો ઇતિહાસ

ભારતીય નૌસેના દિવસ  દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે. નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3 ડિસેમ્બરે આપણા હવાઇ વિસ્તાર અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કરાયો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે 'ઑપરેશન ટ્રાઇડેન્ટ' શરૂ કરાયું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાચી સ્થિત મુખ્ય મથકને નિશાન બનાવી શરૂ કરાયું. એક મિસાઇલ બોટ અને બે યુદ્ધ-વાહનની એક આક્રમણકારી જૂથે કરાચી કિનારા પર જહાજોના જૂથ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં પ્રથમ વખત જહાજ પર હુમલો કરનાર એન્ટિ શિપ મિસાઈલથી હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજ નષ્ટ કરાયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેંકર પણ નષ્ટ થયા હતા. 
4 ડિસેમ્બર - ભારતીય નૌસેના દિવસ-જાણો ઇતિહાસ

સતત સાત દિવસ સુધી કરાચી તેલ ડેપો સળગતો રહ્યો હતો

કરાચી હાર્બર ફ્યૂઅલ સ્ટોરેજના નષ્ટ થઇ જવાથી પાકિસ્તાન નૌસેનાની કમર તૂટી ગઈ હતી. કરાચીના તેલ ટેંકરોમાં લાગેલી આગની લપટો 60 કિલોમીટર દૂરથી પણ જોઇ શકાતી હતી અને સતત સાત દિવસ સુધી કરાચી તેલ ડેપો સળગતો રહ્યો હતો.

4 ડિસેમ્બર જ કેમ ઉજવાય છે ભારતીય નૌસેના દિવસ ?

નૌસેના દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય મેળવનાર ભારતીય નૌકાદળની શક્તિ અને બહાદુરીને યાદ કરી ઉજવવામાં આવે છે.  'ઓપરેશન ટ્રાઇડેન્ટ' હેઠળ 4 ડિસેમ્બર, 1971 ના રોજ ભારતીય નૌકાદળએ પાકિસ્તાનના કરાચી નૌસેના પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતા ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ ઉજવાય છે.

ભારતીય નૌસેનાનો ઇતિહાસ

ભારતીય નૌસેના ભારતીય સૈન્યનું સામુદ્રિક અંગ છે જેની સ્થાપના 1612માં થઇ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેના રચી હતી. જેણે પછીથી રોયલ ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની રચના ફરી થઈ અને તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું.ભારતીય નૌ સેના ત્રણ ક્ષેત્રોની કમાન (પશ્ચિમમાં મુંબઈ, પૂર્વમાં વિશાખાપટ્ટનમ અને દક્ષિણમાં કોચ્ચિ) ના હેઠળ ગોઠવવામાં આવી છે. જેમાંથી દરેકનુ નિયંત્રણ એક ફ્લેગ અધિકારી દ્વારા કરવામાં આવે છે

ભારતીય નૌસેનાની તાકાત


દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના તરીકે ઓળખાતી ભારતીય નૌસેના પાસે હાલ 78,000થી વધુ સૈનિક છે. ખાસ વાત તો એ છે કે આજે પણ આટલા વષો પછી પણ ભારતીય નૌસૈના પાકિસ્તાનની નૌસેના પર ભારે પડવાની ક્ષમતા ધરાવે છે. જેના દ્વારા મિનિટોમાં તેને બરબાદ કરી શકે છે. ભારતીય નૌસેના પાક. કરતા હથિયાર મામલે ઘણી તાકતવર છે.


તાજેતરમાં આવેલા આંકડા મુજબ ભારતીય નૌસેનામાં 295 જહાજ છે. બીજી બાજુ વર્તમાન વાહક જહાજ 3, યુદ્ધ પોત 14, લડાકૂ જળપોત 23, પનડુબ્બી 15, પેટ્રોલ ક્રાફ્ટ 139 અને યુદ્ધ પોત જહાજ 6 છે.

પાકિસ્તાનની નૌસેના - જ્યારે કે પાકિસ્તાન પાએ તેની નૌસેનામાં લગભગ 197 જહાજ છે. બીજી બાજુ વર્તમાન વાહક પોત 0, યુદ્ધ પોત 10. વિધ્વંશક 0. પનડુબ્બી 8, પેટ્રોલ ક્રાફ્ટ 17 અને યુદ્ધ પોત જહાજ 3 છે.

Post a Comment (0)
Previous Post Next Post