બ્રેઈલ લિપિના શોધક- લૂઈ બ્રેઈલ

બ્રેઈલ લિપિના શોધક- લૂઈ બ્રેઈલ


૪ જાન્યુઆરી 1809ના રોજ ફ્રાંસના એક નાનકડા ગામ કુપ્રેમાં લુઈ બ્રેઇલનો જન્મ થયો. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા લુઈ બ્રેઇલના પિતા રાજવી ઘોડાઓ માટે જીન બનાવવાનું કાર્ય કરતા હતા. આર્થિક મર્યાદાઓને પહોંચી વળવા પાંચ વર્ષનો લૂઈ પણ પિતાના કામમાં જોતરાઈ ગયો. પાંચ વર્ષનો લૂઈ પિતાના કામમાં ઉપયોગમાં આવતી ઘોડાની નાળ લોખંડના ટુકડા ચપ્પા અને લોંખડના હથિયારો સાથે રમ્યા કરતો. એક દિવસ રમતા રમતા ચપ્પુ તેની આંખમાં વાગી ગયું. બાળક લૂઈની ઇજાને તેના પરિવારજનોએ ગંભીરતાથી લીધી નહીં. ધીમે ધીમે લૂઈ તેની આંખોની રોશની ગુમાવતો ગયો અને એક દિવસ એવો આવ્યો જ્યારે લૂઈ સંપૂર્ણ પણ નેત્રજ્યોત ગુમાવી  બેઠો. ફકત આઠ વર્ષની નાની વયે લૂઈ નેત્રહિન થઈ ગયો.

આંખો ગુમાવી ચૂકેલો બાળક લૂઈ હિંમત હાર્યો નહીં. તેનામાં સંસાર સાથે સંઘર્ષ કરવાની પ્રબળ ઇચ્છાશક્તિ હતી. તે ફ્રાંસના વિખ્યાત પાદરી વેલેન્ટાઈનના શરણે જઈ પહોંચ્યો. આ પાદરીની મદદથી તેને રોયલ ઇન્સ્ટિટયૂટ ફોર બ્લાઇન્ડ્સમાં પ્રવેશ મળી ગયો. આ દરમિયાન સેનાના સેનાનિવૃત્ત કેપ્ટન ચાર્લ્સ બાર્બરે સૈનિકો અંધારામાં હાથના સ્પર્શથી સમજી શકે તેવી લિપી વિકસાવી રહ્યા હતા. લૂઈને આ લિપીમાં પ્રજ્ઞાચક્ષુઓની વાંચવાની સમસ્યાઓનો હલ દેખાતો હતો. લૂઇએ કેપ્ટન બાર્બર દ્વારા વિકસાવેલી લિપીમાં પ્રજ્ઞાચક્ષુઓ વાંચી શકે એ અનુરુપ સંશોધન કર્યા અને બ્રેઈલ લિપીનો વિકાસ કર્યો. જો કે તેમની 6 બિંદુઓ પર આધારિત બ્રેઈલ લિપીને પ્રજ્ઞાચક્ષુઓ માટેની અધિકૃત લિપી તરીકેની માન્યતા અપાવવા લૂઈએ ખૂબ સંઘર્ષ કર્યો. પરંતુ તેમની હયાતી દરમિયાન તેઓ તેને માન્યતા અપાવી શક્યા નહીં.

આખરે 6 જાન્યુઆરી 1852ના રોજ લૂઈનું મૃત્યુ થયું. તેમના દ્વારા વિકસિત કરવામાં આવેલી બ્રેઇલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓમાં ખૂબ ઝડપથી પ્રચલિત થઈ રહી હતી. તેમની લિપીની પ્રચલિતતા જોતા તેનો વિરોધ કરનારા શિક્ષણશાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો બદલાની ફરજ પડી અને આખરે લઈ બ્રેઇલના મૃત્યુના 100 વર્ષ બાદ એટલેકે 1952માં આ લિપીને પ્રજ્ઞાચક્ષુઓ માટેની અધિકૃત લિપી તરીકે માન્યતા મળી. લૂઈ બ્રેઇલને તેમના યોગદાન બદલ ફ્રાંસ સરકારે પૂરેપૂરુ રાજકિય સન્માન આપ્યું અને તેમને મરણોપરાન્ત ઘણા સન્માન પણ એનાયત થયા. ભારત સરકાર દ્વારા પર તેમની 200મી જન્મજયંતીના અવસરે લૂઈ બ્રેઇલની ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી. લૂઇ બ્રેઇલના આ મહામૂલા યોગદાનને દુનિયા આજે પણ એટલી જ માનની દૃષ્ટિએ જુએ છે..



🔶  બ્રેઇલ લિપિ 🔶
→ અંધજનો આપણી જેમ પુસ્તકો વાંચી શકે નહિં! પરંતુ તેમની ગંધ પારખવાની, અવાજની દિશા પારખવાની અને સ્પર્શ કરીને વસ્તુઓ ઓળખવાની શક્તિ અદ્ભુત હોય છે. ઘણી અંધ વ્યક્તિઓ ચલણી સિક્કા અને નોટોને કદ ઉપરથી ઓળખી શકે છે.


→ અંધજનો વાંચી શકે તેવી લિપિને બ્રેઈલ કહે છે. જેમાં કાગળ ઉપર ઉપસાવેલા ટપકાંની પેટર્ન વડે અક્ષરો બનેલા હોય છે. બ્રેઈલ લિપિની શોધ લૂઈ બ્રેઈલ નામના અંધજને જ કરેલી. ઈ.સ. ૧૮૨૯માં તેણે અક્ષરો અને સંગીતના નોટેશન માટે બ્રેઈલ લિપિ બનાવેલી. બ્રેઈલ લિપિ કાગળ ઉપર ચાર ટપકાં ઉપસાવીને બને છે. અંધજનો આંગળીના ટેરવાથી સ્પર્શ કરીને ચાર ટપકાંની પેટર્ન ઓળખીને શબ્દ વાંચે છે.

→ બ્રેઈલ લિપિની શોધ ચાર્લ્સ બાર્બીયર નામના કારીગરે વિકસાવેલી નાઈટ રાઈટીંગના આધારે થઈ હતી. નેપોલિયનના સૈનિકો રાત્રે અંધારામાં પણ કાગળ વાંચી શકે તે માટે આ લિપિ વિકસાવાઈ હતી. તેની શોધમાં ખામી હતી જેને બ્રેઈલે સુધારી આપી અને નવી લિપિ બનાવી.

🔸 Braille Line 🔸

→ આધુનિક બ્રેઈલ લિપિ ૬ ટપકાંના સમૂહની પેટર્ન છે. બ્રેઈલ લિપિ માટે ટાઈપરાઈટર પણ વિકસ્યા છે. આજે કમ્પ્યુટર યુગમાં ઘણા સોફ્ટવેર દ્વારા બ્રેઈલ લીપીમાં ટાઈપ થઈ શકે છે અને પ્રિન્ટ પણ નીકળી શકે છે.


Post a Comment (0)
Previous Post Next Post