ગિજુભાઈ બધેકા જન્મ જયંતી- 15 નવેમ્બર

ગિજુભાઈ બધેકા 

ગિજુભાઈ બધેકા


તેમનો ૧૫ નવેમ્બર,૧૮૮૫ માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.

૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

ગિજુભાઈ બધેકા  શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી

પુરસ્કાર - રણજિતરામ સુવર્ણચંદ્રક ‍(૧૯૩૦‌)

إرسال تعليق (0)
أحدث أقدم