આચાર્ય વિનોબા ભાવે - પૂણ્યતિથિ-15 નવેમ્બર

આચાર્ય વિનોબા ભાવે

આચાર્ય વિનોબા ભાવે

જન્મ

આચાર્ય વિનોબા ભાવેનો જન્મ ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫ મહારાષ્ટ્રના ગગોદામાં ભક્તિભાવવાળા અને રાષ્ટ્રવાદી પરિવારમાં થયો હતો.

મૃત્યુ

તેમનું ૧૫ નવેમ્બર 1982 ના રોજ વર્ધામાં વિનોબાનું અવસાન થયું હતું

એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ નરહરિ અને માતાનું નામ રુક્મિણી બાઈ હતું.  એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી.વિનોબા ઉપરાંત રુક્મિણી બાઈને બે અન્ય પુત્રો હતા. વાલ્કોબા અને શિવાજી. વિનાયક કરતાં વાલ્કોબા નાના હતા, જ્યારે શિવાજી સૌથી નાના હતા. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, દા.ત. તુકોબા, વિઠોબા અને વિનોબા.


તેમણે દશ વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. 

1916 માં વિનોબાએ હિમાલયમાં તપ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બનારસમાં મહાત્મા ગાંધીના ક્રાંતિકારી ભાષણને સાંભળ્યા પછી હિમાલયમાં જવાનું માંડી વાળ્યું હતું. 21 વર્ષની વયે અમદાવાદમાં પહેલી વાર ગાંધીજીને મળ્યા અને આજીવન ગાંધીવાદી બની રહ્યા. ગાંધીજી તેમના માટે કહેતા કે વિનોબા આશ્રમના દુર્લભ રત્નોમાંના એક છે. સ્વરાજ્ય યાત્રી,પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી (1940), રાષ્ટ્રીય અધ્યાપક, ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી, ભૂદાનયાત્રી એમ અનેક રીતે વિનોબા ભાવેનું સ્મરણ થાય છે. વિનોબા ગાંધીજીના હાર્ડકોર અનુયાયી હોવા છતાં 1975 માં ઇન્દિરા ગાંધી શાસનમાં નંખાયેલી કટોકટીને ‘ અનુશાસન પર્વ ’ તરીકે ઓળખાવી વિવાદમાં આવ્યા હતા. ‘ ગીતા પ્રવચનો ’ અને ‘ સ્વરાજ્ય શસ્ત્ર ’ વિનોબાજીના જાણીતા ગ્રંથો છે. તેમની જાહેરજીવન પ્રવૃત્તિઓ રોમન મેગ્સસે એવોર્ડ (1958) અને ભારત રત્ન (1983)થી પુરસ્કૃત થઇ હતી. તેમની સ્મૃતિમાં ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. 

ભૂદાન ચળવળ ના પ્રણેતા વિનોબા ભાવે ને  શત શત વંદન

સન્માન

ઇન્ટરનેશનલ રોમન મેગ્સેસે એવોર્ડ -૧૯૫૮
ભારત રત્ન -૧૯૮૩
إرسال تعليق (0)
أحدث أقدم