જાણો મોબાઇલની જીવનયાત્રા

જાણો મોબાઇલની જીવનયાત્રા



ઈ.સ. ૧૮૭૬: એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી.

ઈ.સ. ૧૯૦૦: ટેલિફોન લાઈનમાં લોડિંગ કોઈલ્સનો ઉપયોગ થયો અને લાંબા અંતર સુધી વાત શક્ય થઈ.

ઈ.સ. ૧૯૦૪: વેક્યૂમ ડિઓડની શોધ થયા પછી વધુ લાંબા અંતરની વાત શક્ય બની અને દેશ વિદેશનો ટેલિફોન વ્યવહાર શક્ય બન્યો.

ઈ.સ. ૧૯૧૫: ગ્રેહામ બેલે ન્યૂયોર્કથી સાન ફ્રાન્સિસ્કો સુધીની ટેલિફોન લાઈન સ્થાપી. વિશ્વની સૌથી લાંબી આ લાઈનમાં ૧,૩૦,૦૦૦ થાંભલા હતા અને ૨૫૦૦ ટન તાંબાનો વાયર વપરાયેલો.

ઈ.સ. ૧૯૧૯: ગોળાકાર ડાયલવાળા ફોન બન્યા તેમાં ઓપરેટરની જરૂર પડતી નહીં. ગ્રાહકો ડાયલ ફેરવી નંબર જોડતાં થયા.

ઈ.સ. ૧૯૨૦: વિવિધ ફ્રિક્વન્સીવાળા બેન્ડ શોધાયા અને એક જ લાઈન પર અનેક ફોન પર વાત શક્ય બની.

ઈ.સ. ૧૯૪૭: વિશ્વમાં ટેલિફોનના ગ્રાહકો વધ્યા. અમેરિકામાં સાત આંકડાના નંબરવાળા ફોન શરૂ થયા.

ઈ.સ. ૧૯૫૧: ઓપરેટરની મદદ વિના લોન્ગ ડિસ્ટન્સ કોલ  શરૂ થયા.

ઈ.સ. ૧૯૫૬: એટલાન્ટિક મહાસાગરમાં કેબલ લાઈન નાખવામાં આવી. અમેરિકા અને યુરોપ વચ્ચે ટેલિફોન સેવા શરૂ થઈ.

ઈ.સ. ૧૯૬૨: ડિજિટલ ટ્રાન્સમિશન શરૂ થયું. પ્રથમ સેટેલાઈટ ટેલસ્ટાર દ્વારા પ્રસારણ શરૂ થયું.

ઈ.સ. ૧૯૬૩: ગોળાકાર ડાયલને સ્થાને પુશબટન બન્યાં.

ઈ.સ. ૧૯૭૩: શિકાગોમાં સેલ્યુલર સિસ્ટમ શરૂ થઈ અને ૨૦૦૦ ગ્રાહકોએ લાભ લીધો.

ઈ.સ. ૧૯૯૦: અને ત્યારબાદ મોબાઈલ કંપનીઓએ ફોન ક્ષેત્રે વિશાળ પ્રગતિ કરી.
إرسال تعليق (0)
أحدث أقدم