ગુરુ નાનક જયંતિ - ગૂરુ નાનક સંક્ષિપ્ત પરીચય
ગુરુ નાનક નો જન્મ કારતક સુદ પુનમ સવંત ૧૫૨૬, ઈ.સ ૧૪૬૯ ની ૧૫ મી નવેમ્બર ના રોજ તલવંડી ગામ માં થયો હતો, આજે એ ગામ પાકિસ્તાન માં છે. જે ગામ નાનકાણાં સાહેબ તરીકે ઓળખાય છે.
તેમના પિતાનું નામ કલ્યાણદાસ ખત્રિ (મહેતા )હતું જે બેદી કુળના હતા.
તેમની માતાનું નામ ત્રીપ્તાદેવી હતું. તેમને એક મોટા બહેન હતા. તેમનું નામ નાનકી હતું, જે ગુરુ નાનક કરતાં ૫ વર્ષ મોટા હતા.
ગુરુ નાનકના લગ્ન 1487 માં માતા સુલાખાની દ્વારા થયો હતો. તેના બે પુત્રો હતા, જેમનું નામ શ્રીચંદ અને લક્ષ્મચંદ હતા.
ગુરુ નાનકના લગ્ન 1487 માં માતા સુલાખાની દ્વારા થયો હતો. તેના બે પુત્રો હતા, જેમનું નામ શ્રીચંદ અને લક્ષ્મચંદ હતા.
આજે (તા-૧ર નવેમ્બર,ર૦૧૯ ) ગુરૂ નાનક દેવની પપ૦ મી જન્મ જયંતી છે.
સરચા સૌદા
પિતાએ નાનકને વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કોઇ લાભનો સોદો કરી આવો. નાનક પોતાના મિત્ર બાલાને લઇને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગને સરચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ધેર ગયા તો પિતાએ હકીકત જાણી અને ક્રોધથી પુત્રને લાફો માર્યો. બહેન નાનકી ખૂબ વ્યથિત થઇ અને ચૌધરી રાયબુલારે પણ કલ્યાણદાસને કહ્યું તારું જે નુકસાન થાય તે મારી પાસેથી લેજે પણ અલ્લાહના નૂર આ નાનક પર ક્રોધ ન કરીશ.
ગુરુ નાનકના કેટલાક જીવન પ્રસંગો
એક વખતની નાનક ની વાત છેકે તેઑ ભેસો ચરાવવા જંગલમાં ગયા ત્યાં એક વૃક્ષ નીચે છાયડામાં ઊંઘી ગયા. એવામાં તડકો તેના મુખ પર આવવા લાગ્યો. આ સમયે ત્યાં એક ફણીધર નાગ આવ્યો. જે પોતાના મુખ પર છાયડો આવે તેવી રીતે નાનક ના મુખ પર ફેણ ચડાવી બેસી ગયો. બારોબાર આ સમયે ત્યથી ચૌધરી રાયબુલર ત્યથી પસાર થયા. તે આ બાળકને જોઈ ધન્ય થય ગયા. પછી થી હમેશાને માટે તેઓ શ્રધાળું બની ગયા.
હવે ગુરુનાનકે ઇશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમના બે સાથી હતા. એક હિન્દુ મિત્ર બાલા, બીજૉ મુસ્લિમ મરદાના. પહેલી યાત્રા પૂર્વ તરફ જેમાં જગન્નાથપુરી, બંગાળ, આસામ, બર્મા, નાગાલેન્ડ અને ચીનના કેટલાક પ્રદેશમાં ગયા. બીજી યાત્રા પિશ્ચમ તરફ કરી જેમાં ગુજરાતના લખતર બંદરેથી અરબસ્તાનમાં મક્કા, મદીના, કરબલા, બગદાદ, ઇરાક, ઇરાન અફઘાનિસ્તાન થઇ પાછા હિન્દુસ્તાન આવ્યા.
અહીં મક્કામાં અનેક હાજીઓ મળ્યા. તેમણે નાનક સાથે વિચાર વિમર્શ કર્યા. રાત્રે નાનક સૂઇ ગયા ત્યારે તેમના પગ કાબા તરફ થઇ ગયા. કાજી આવ્યા ક્રોધથી લાત મારીને બોલ્યા, એ કાફર, ખુદાના ઘર તરફ પગ કરીને કેમ સૂતો છે? નાનકે જવાબ આપ્યો બિરાદર બહુ થાકી ગયો છું જયાં ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરી દે. કાજીએ ગુસ્સાથી નાનકના પગ ફેરવી નાખ્યા પણ તેને ફરી નાનકના પગ તરફ જ કાબા દેખાવા માંડયું. તેણે ઘણી વખત પ્રયત્ન કર્યોપણ દરેક વખત નાનકના પગ તરફ જ કાબાનાં દર્શન થતાં. તેમના પગે પડયો. ગુરુનાનક બોલ્યા, બિરાદર અલ્લાહ કે ઇશ્વર સર્વવ્યાપી છે.
ગુરુ નાનક આવા નાનપણથી જ મહાજ્ઞાની હતા તેમની આવી અનેક કથાઓ પ્રચલિત છે. નાનક જ્યારે નાના હતા ત્યારે તેમના પિતાએ તેને વાડીએ પાકનું પક્ષી થી રક્ષણ માટે મોકલ્યા ત્યારે તે પક્ષી ને ઉડાડવા ને બદલે ખાવા દેવા લાગ્યા. આ જોઈ તેના પિતા બોલ્યા નાનક પક્ષી ને ઉડાડ ત્યારે તેને આકાશ સામે જોઈને કહયું .
રામ કી ચિડિયા રામકા ખેત,
ખાલે ચિડિયા ભર ભર પેટ .
ગુરુ નાનકનો મુખ્ય ઉપદેશ
કિરત કરો,પરિશ્રમ કરી કમાઓ,વહેંચીને ખાઓ અને જરૂરિયાત વાળાને દાન કરો,નામ જપો અને પ્રભુભકિત કરો,સત્કર્મ કરો ,ઇશ્વર એક છે આપણે સૌ તેમનાં સંતાન છીએ,સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો,સાદું અને પવિત્ર જીવન જીવો,તેમના શિષ્યો શીખ કહેવાયા.ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી
તેમના પરમજયોતિમા લીન થવા વિશે એવી વાયકા છે કે ઇ.સ.૧૫૩૯ બાવીસમી સપ્ટેમ્બર, ભાદરવા વદ દસમે તેમણે સ્વેરછાએ દેહત્યાગ કર્યો. હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ખૂબ વ્યથિત થયા. સાથે મતભેદ પેદા થયો. હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા જયારે મુસ્લિમ તેમને દફનાવવા માગતા હતા પણ જયારે ચાદર હટાવવામાં આવી તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો.
એક માન્યતા મુજબ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક 1522માં કરતારપુર ગયા હતા. તેમણે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ ત્યાં વિતાવ્યાં હતાં.
એવું માનવામાં આવે છે કે કરતારપુરમાં જે સ્થાને ગુરુ નાનક દેવનું અવસાન થયું હતું ત્યાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું હતું.
કરતારપુર સાહેબ પાકિસ્તાનમાં આવેલું છે પરંતુ ભારતથી તેનું અંતર માત્ર સાડા ચાર કિલોમિટર છે.
અત્યાર સુધી શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરતારપુર સાહેબનાં દર્શન કરતાં હતાં,પણ 12 નવેમ્બર ર૦૧૯ના રોજ ગુરુ નાનકનો 550મો જન્મદિવસ છે, તે નિમિત્તે આ સીમા ખોલવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી કે ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાનના આ ગુરુદ્વારાની મુલાકાત માટે વિના મૂલ્યે વિઝા આપવામાં આવશે.
આ કરાર મુજબ દરરોજના 5,000 ભારતીય યાત્રાળુઓને ગુરુદ્વારા દરબાર સાહેબની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવશે.

મિત્રો, પોસ્ટ ગમી હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. ધન્યવાદ.