દિન વિશેષ વિશ્વ ડાયાબિટીસ દિવસ
ડાયાબિટીસ એટલે શું ?
જેને આપણે મધુપ્રમેહની બીમારી તરીકે ઓળખીએ છીએ તે ડાયાબિટીસનું આખું નામ છે ‘ડાયાબિટીસ મેલાઇટસ’. મીઠું (મધ જેવું મીઠું) મધ જેવો મીઠો પેશાબ એટલે મધુપ્રમેહ ઉર્ફે ડાયાબિટીસ મેલાઇટસ’. હવે પછી, સરળતા ખાતર માત્ર ડાયાબિટીસ તરીકે જ રોગનો ઉલ્લેખ કર્યો છે. ડાયાબીટીસના દર્દીમાં, શરીરમાં ગ્લુકોઝનું નિયમન કરનાર અંત:સ્ત્રાવ ઇન્સલ્યુલિનની અછત વર્તાય છે. ઇન્સલ્યુલિનનું મુખ્ય કામ ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચાડવાનુ છે. ઇન્સલ્યુલિનની અછતને લીધે ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચી નથી શકતાં. પરિણામે, શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ હોવાં છતાં એનો ઉપયોગ શરીરના કોષો કરી નથી શકતા. શરીરની હાલત ગેરવ્યવસ્થા અને અરાજકતાથી ભરપૂર રાજય જેવી થઇ જાય છે કે જેમાં પુષ્કળ અન્ન પાકતું હોવા છતાં લોકો ભૂખમરાથી મરે છે. શરીરમાં પુષ્કળ ગ્લુકોઝ હોવા છતાં ડાયાબિટીસના દર્દીના કોષો ગ્લુકોઝના અભાવે ટળવળે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ (૧૮૦ મિ.ગ્રા.ડિ.લી.થી વધારે) વધી જવાથી લોહીમાંનો વધારાનો ગ્લુકોઝ પેશાબ વાટે શરીરની બહાર નીકળવા માંડે છે. શરીરને પોષણ આપનાર આ મહત્વનો ઘટક આ રીતે વેડફાઇ જવાથી દર્દીની સ્થિતિ કફોડી થઇ જાય છે. એને ખૂબ ભૂખ લાગે છે, તરસ લાગે છે અને ખૂબ પેશાબ થાય છે; અને લાંબે ગાળે આંખ, હૃદય, કિડની, ચેતાતંતુ વગેરેને નુકસાન થવાથી અનેક કોમ્પિલકેશન ઊભા થાય છે.ડાયાબિટીસ બે પ્રકારના છે. જેમાં ટાઇપ-૧ અને ટાઇપ-૨નો સમાવેશ થાય છે. ટાઇપ-૧ માં આ રોગને ઇન્સુલીન આધારિત અને નાની વયમાં થનાર રોગ તરીકે ગણવામાં આવે છે. આરોગ કેટલીક વખત જન્મ બાદ બાળપણમાં પણ થઇ શકે છે. ડાયાબિટીસની આ અવસ્થાને નિયમિત ઇન્સુલીનથી મેનેજ કરી શકાય છે. આવી જ રીતે ટાઇપ-૨માં જુદા લક્ષણ હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વ્યાપક અભ્યાસ બાદ કહ્યુ છે કે વિશ્વમાં ૪૪૨ મિલિયન ડાયાબિટીસના દર્દી છે. સમગ્ર વિશ્વમાં જે દર્દીઓ છે તે પૈકી ભારતમાં સૌથી વધારે દર્દી છે.મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યÂક્ત પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીસથી પણ પરેશાન છે
આજના દિવસે ડાયાબીટીસ અને તેના ઉપચાર વિશે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમામ પરિવારોને પરવડે તે ભાવે ડાયાબીટીસ ઔષધો મળી રહે તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રયત્નશીલ છે.
આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. 1922માં ઇનસ્યુલિનની શોધમાં મોટું પ્રદાન આપનાર ,ફ્રેડરીક બેન્ટિંગના જન્મ દિવસે દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબીટીસ ડે ની ઉજવણી થાય છે. આ વર્ષે ઉજવણીનું સૂત્ર છે પરિવાર અને ડાયાબિટીસ. ડાયાબિટીસ તે બિનચેપી પરંતુ અનિયમિત જીવનશૈલીને કારણે થતો રોગ છે. ડાયાબીટીસ ટાઇપ વન અને ટૂ હૃદય અને કિડની સંબંધી રોગોને નોતરે છે. આ સંજોગોમાં આજના દિવસે ડાયાબીટીસ અને તેના ઉપચાર વિશે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમામ પરિવારોને પરવડે તે ભાવે ડાયાબીટીસ ઔષધો મળી રહે તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રયત્નશીલ છે.
ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે એકવાર તમારા શરીરમાં દેખાય પછી જીવનપર્યંત તમારે દવાઓના સહારે જીવવું પડે છે. આ રોગનું સૌથી ખરાબ પાસુ એ છે કે તે તમારા શરીરમાં ઘણી અન્ય રોગોને પણ આમંત્રિત કરે છે. જેના કારણે શરીરના ઘણા ભાગ આંખો, કિડની અને હૃદય જેવા નુકસાન પહોંચાડે છે. આ જટિલ રોગના સમયસર નિદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છેકે નહિ તે આ લક્ષણોને લીધે જાણી શકાય છે.
ડાયાબિટીસ થવાના કારણો
ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસ ની બીમારી થી પીડાય રહ્યા છે, સર્વે ના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે.ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ ના મૃત્યુ નું કારણ બની શકે છે.
જ્યાં સુધી તમે ડાયાબીટીસ થવા ના કારણો ને નહિ સમજો ત્યા સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. જયારે લોહી મા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહી મા રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ જમા થવા લાગે છે! જેથી લોહીમાં રહેલા ઇન્સુલીન કોશિકાઓ સુધી નથી પહોચી શકતું (જેથી ગ્લુકોઝ ને ગ્રહણ કરવા માટે રીસેપ્ટર ની સંખ્યા ઓછી થઇ શકે છે).
આથી તે ઇન્સુલીન શરીર મા ક્યાય કામ નથી આવતું, એટલે જયારે તે વ્યક્તિ સુગર ચેક કરાવે ત્યારે સુગર લેવલ ઊંચું આવે છે કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL VLDL) કોશિકાઓ આસપાસ જમા થયેલો હોવાથી તે ગ્લુકોઝ શોષણ નથી કરી શકતી. અને જે બહાર થી ઇન્સુલીન આપવામાં આવે છે તે નવું હોવાથી કોશિકાઓ સુધી પહોચી જાય છે.
ડાયાબિટીસનાં લક્ષણો
વારંવાર પેશાબ જવુજ્યારે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધે છે, ત્યારે વારંવાર પેશાબ જવાની જરૂર પડે છે. શરીરમાં ભેગી થયેલ સુગર પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે.
વધારે તરસ લાગવી
બ્લડ સુગરથી પીડાતા વ્યક્તિને વધારે તરસ લાગે છે.
વેઇટ લોસ
ભૂખ લાગતી હોવા છતાં, તમારું વજન વધતું નથી, તો પણ તમારે સુગરની ચકાસણી કરાવી લેવી જોઇએ.
કોઇ કામમાં મન ન લાગવું એકાગ્રતાનો અભાવ
ડાયાબીટિસની વ્યક્તિને કોઈ કામ ગમતું નથી. કોઇ કામમાં મન એકાગ્રતાથી કામ ન કરી શકે.
ધુંધળુ દેખાવું
ડાયાબિટીસના દર્દિને આંખોમાં તકલીફ પડે છે. દેખાવાનું ધુંધળુ કે જોવામાં તકલીફ પડે તો સમજવું કે તમે ડાયાબિટીસનો શિકાર છો.
સ્કિન પ્રોબ્લેમ
સુગર લેવલ વધવાને કારણે ચામડીને લગતી તકલીફ જોવા મળે છે